Rajnish Patel

Joined In May 2022

About Me

No info available

Activities

image
Rajnish Patel 1 Reviews
માત્ર એક ફોન કોલ પર છેક ગાંધીનગર થી જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના એક છેવાડાના ગામડા નો પ્રશ્ન ઉકેલી આપ્યો.
View All

5.0

હું જામનગર જિલ્લા ના લાલપુર તાલુકાના કરાના ગામનો એક ખૂબ નાનો ખેડૂત છું, સાહેબ ઉર્જા મંત્રી બન્યા બાદ તારીખ. 23.05.2022 ના રોજ મારા ખેતરે થી મેં સાહેબ ને ફોન કર્યો હતો. પ્રશ્ન એવો હતો કે આગોતરા વાવેતર નો સમય હતો ઘણા બધા ખેડૂતો એ આગોતરું વાવેતર કરી પણ દીધું હતું મેં પણ 12 મણ જેવા મગફળી ના દાણા વાવ્યા હતા પરંતુ વાડી વિસ્તારમાં પુરતો પાવર નહોતો મળતો, દિવસ માં 1-2 કલાક જેવો પાવર મળતો હતો જેમાં કરેલ વાવેતર ફેઇલ જવા ની પૂરે પૂરી શક્યતા હતી, જ્યારે ગામ ના ઘણા ખેડૂતો નો આવો પ્રશ્ન હતો, લોકો ચિંતા માં હતા કે વિઘા દીઠ 3 થી 4 હજાર જેવી રકમ ખરચી ને પણ બધું પાણી મા જાસે, મેં અમારા સબ ડિવિઝન માં ખૂબ ફોન કર્યા પણ સંતોષ કારક જવાબ ના મળ્યો ત્યારે સાહેબ નો નંબર શોધી અને સીધો સાહેબ નો સંપર્ક કર્યો, એજ મિનિટે ગાંધીનગર થી સ્પેશીયલ ઓફિસર નો કોલ આવ્યો, અને કામ ચાલુ કરાવ્યુ, સબ ડિવિઝનલ ઓફિસર નો પણ ફોન આવ્યો અને કામ ચાલુ થયું માત્ર 20 થી 25 મિનિટ માં પાવર સપ્લાય ચાલુ થઈ અને જે રેગ્યુલર જે પાવર મળે તે મુજબ પાવર ચાલુ થયો,ફીડર ના ભાગ કરી ઘટતું કરવાની સૂચના સાહેબે અપાવી જેથી કરી જ્યારે જ્યારે ખેડૂતો ને ચોમાસુ આગોતરું વાવેતર કરવાનું થાય ત્યારે આવા પ્રશ્નો ઉભા ન થાય અને આ સમસ્યા નું કાયમી સમાધાન મળે, હું નથી તો સાહેબ ના મત વિસ્તાર નો કે નથી સાહેબ ને ઓળખાતો કે નથી તેઓ મને ઓળખતા, કે મારા જિલ્લા કે તાલુકા માં ક્યાં એમને મત લેવા આવવા છે, છત્તા એક છેવાડાના ખેડૂત ના દિકારા ની વાત સાંભળી તરત જ પગલાં લીધા, મહત્ત્વ ની વાત એ છે કે જ્યારે મેં કોલ કર્યો ત્યારે સાહેબ બીજેપી ની કારોબારી ની મિટિંગ મા વ્યસ્ત હતા છત્તા મારો કોલ ઉપાડી ત્યારે જ અધિકારી ઓ ને સૂચના આપી એજ મિનિટે કામ ચાલુ કરાવ્યું. આજે જ્યારે ચારે કોર માત્ર મત ના જ રાજકારણ ચાલે છે ત્યારે આવા પણ નેતાઓ છે, મને પોતાને આશ્ચર્યજનક લાગી આખી ઘટના, મને લાગે છે, આઝાદી ના 75 વર્ષ પછી આજે પણ લોકો ને લોકશાહી માં જે અડીખમ વિશ્વાસ છે તેનું કારણ માત્ર આવા લોક નેતા ઓ ના લીધે જ છે, ખૂબ ખૂબ આભાર...... ધન્યવાદ.....

Was this review ...? Interesting 2 LOL 0 Love 0

News Article

Contact